ગુજરાતી વિદાય સોંગ : “દીકરી તો જન્મી છે પારકાને માટે”

ગુજરાતી વિદાય સોંગ : “દીકરી તો જન્મી છે પારકાને માટે”

ગુજરાતી વિદાય સોંગ : “દીકરી તો જન્મી છે પારકાને માટે”

દીકરીને આપણે લક્ષ્મી ગણીએ છીએ, કોઈના ઘરે દીકરી જન્મે તો આપણે કહીએ છીએ લક્ષ્મી આવી…..

કવિ દીકરીને આંગણામાં રહેલા તુલસીના ક્યારા સાથે સરખાવે છે, કેમકે, અતિ લાડકોડ અને પ્રેમથી પિતાના ઘરમાં ઉછરેલી દીકરીને એક દિવસ સાસરે વળાવવી જ પડે છે એટલે ક્યારા માટે નવું સ્થાન શોધવું પડે છે. કવિ કહે છે કે દીકરી એટલે તુલસીનો ક્યારો એક દિવસ જેને સિંચવામાં જિંદગી કાઢી નાખી તેને સંસ્કારોથી સિંચેલા મૂળ્યા સહિત બીજા ઘરના ક્યારામાં રોપવાનો વારો આવે જ છે. જેને આપણે લગ્ન કહીએ છીએ.

ઢોલ, શરણાઈ, ભગવાનની પૂજા, દીકરીને અંગે પીઠી લગાવાય છે, ત્યારબાદ મંગળફેરા ફરાય છે અને છેલ્લે વિદાયની વસમી વેળા આવે છે. દીકરીની વિદાય…. આ ક્ષણને કોણ રોકી શક્યું છે? આખા બ્રમ્હાંડમાં જે ક્ષણ રોકી શકાતો નથી તે ક્ષણ એટલે કન્યા વિદાય… આ વિશે અનેકવિધ ગીતો લખાય ચુક્યા છે અને ગવાય ચુક્યા છે પરંતુ આ વિષય પર જેટલું લખો તેટલું ઓછુ છે, ઘણી બધી વાતો કહેવાની રહી જ જાય છે.

વિદાય… ત્રણ અક્ષરના શબ્દમા ઘણી વ્યથા સમાણી છે. વિદાય શબ્દ જ એવો ભારે છે કે એ સાંભળતા જ બેચેની થવા લાગે છે, મંગલમય છતાં કરુણ પ્રસંગ કન્યા વિદાય જેવો દુનિયામાં બીજો કોઈ નથી. આજ વિષય પર રાજકોટના વર્સેટાઈલ ઇન્ટરનેશનલ સિંગર સૈફુદીન ત્રિવેદી અને તૃપ્તિ દવે દવેનાં કંઠે ગવાયેલ ગુજરાતી વિદાય સોંગ “દીકરી તો જન્મી છે પારકાને માટે” યુટ્યુબ પર રજુ થઇ ચુક્યું છે, જેનું મ્યુઝીક રાજકોટના નામાંકિત મ્યુઝીક ડાયરેક્ટર શૈલેશ પંડ્યાએ મ્યુઝીક આપ્યું છે જયારે આ સોંગ જેન્તી કાટેકર દ્વારા લખાયેલું છે.

૨૫ વર્ષથી મ્યુઝીક સાથે સંકળાયેલ સૈફુદીન ત્રિવેદીએ વર્સેટાઈલ સિંગર તરીકે દેશ વિદેશમાં નામના મેળવી છે, તેઓ વીસ વર્ષથી વધુ લંડન, દુબઈ, આફ્રિકા જેવા દેશોમાં મ્યુઝીકલ અને નવરાત્રી શો કરે છે. ગુજરાતી અને ભોજપુરી ફિલ્મોમાં પ્લેબેક સિંગર તરીકે પણ નામના મેળવી છે જ્યારે ૫૦૦ થી વધુ મ્યુઝીક આલ્બમ્સમાં પ્લેબેક સીંગીગ કર્યું છે. હાલ તેઓ “Saaz The Beats” ના નામથી મ્યુઝીકલ ગ્રુપ ચલાવે છે. જેમાં સ્ટેજ શો, મ્યુઝીક ઇવેન્ટ, લગ્નગીત, ગરબા, રિસેપ્શન, કરાઓકે શો જેવા કાર્યો કરે છે. તેમનો મો. ૯૮૨૫૨૯૨૧૪૫ પર સંપર્ક કરી શકો છો.

સમયની વ્યસ્તા હોવા છતાં સૈફુદીન ત્રિવેદીએ મ્યુઝીક રસિકો અને તેમના ચાહકોની લાગણીને માન આપી થોડા સમય પહેલા જ યુટ્યુબ પર strivedi નામથી પોતાની ચેનલ શરુ કરી છે જેમાં દર્શકોને મંત્રમુગ્ધ કરી દે તેવા સોગ્સ લાવવાનાં પ્રયાસ રૂપે ગુજરાતી વિદાય સોંગ “દીકરી તો જન્મી છે પારકાને માટે” રજુ કરેલ છે. તો મિત્રો ચોક્કસપણે યુટ્યુબ પર ચેનલ strivedi ની જરૂરથી વિઝીટ કરશો. અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવશો.

વિડીયો લીંક : https://youtu.be/34cimL9CxcA

Share on facebook
Facebook
Share on twitter
Twitter
Share on linkedin
LinkedIn
Categories

Recent Posts

mood_bad
 • No comments yet.
 • Add a comment

  Related Posts​

  ગુજરાતી વિદાય સોંગ : “દીકરી તો જન્મી છે પારકાને માટે”

  ગુજરાતી વિદાય સોંગ : “દીકરી તો જન્મી છે પારકાને માટે”

  કવિ દીકરીને આંગણામાં રહેલા તુલસીના ક્યારા સાથે સરખાવે છે, કેમકે, અતિ લાડકોડ અને પ્રેમથી પિતાના ઘરમાં ઉછરેલી દીકરીને એક દિવસ સાસરે વળાવવી જ પડે છે એટલે ક્યારા માટે નવું સ્થાન શોધવું પડે છે.

  Read More »
  ज़ी सिनेमा पेश करता है दो ब्लॉकबस्टर्स राउडी रक्षक और वेंकी मामा

  ज़ी सिनेमा पेश करता है दो ब्लॉकबस्टर्स राउडी रक्षक और वेंकी मामा

  राउडी रक्षक और वेंकी मामा जैसी ब्लॉकबस्टर्स के साथ ज़ी सिनेमा लेकर आया है एक शानदार वीकेंड लाइनअप!

  राउडी रक्षक और वेंकी मामा जैसी ब्लॉकबस्टर्स के साथ ज़ी सिनेमा लेकर आया है एक शानदार वीकेंड लाइनअप!

  Read More »